બાપરે...ભારત ફરવા આવેલા ઈટાલીના 15 નાગરિકો કોરોના વાઈરસ પોઝિટિવ, Isolation Camp મોકલાયા
ભારત સરકારે વિચાર્યું પણ નહીં હોય કે કોરોના વાઈરસનું આક્રમણ ચીનથી નહીં પરંતુ યુરોપથી થઈ શકે છે. આ જ કારણે યુરોપથી આવતા મુસાફરો પર ક્યારેય ધ્યાન અપાયું નહીં. પણ સૂત્રોના જણાવ્યાં મુજબ દિલ્હી એરપોર્ટ પર આવેલા 21 ઈટાલીના નાગરિકોમાંથી 15 નાગરિકો કોરોના વાઈરસથી સંક્રમિત જોવા મળ્યાં છે.
નવી દિલ્હી: ભારત સરકારે વિચાર્યું પણ નહીં હોય કે કોરોના વાઈરસનું આક્રમણ ચીનથી નહીં પરંતુ યુરોપથી થઈ શકે છે. આ જ કારણે યુરોપથી આવતા મુસાફરો પર ક્યારેય ધ્યાન અપાયું નહીં. પણ સૂત્રોના જણાવ્યાં મુજબ દિલ્હી એરપોર્ટ પર આવેલા 21 ઈટાલીના નાગરિકોમાંથી 15 નાગરિકો કોરોના વાઈરસથી સંક્રમિત જોવા મળ્યાં છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ આ તમામ પોઝિટિવ મુસાફરોને સીધા આઈટીબીપીના છાવલા કેમ્પ મોકલી દીધા છે.
આ મામલે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે કેમ્પમાં રાખવામાં આવેલા તમામ 15 મુસાફરોના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલી દેવાયા છે. એનઆઈબી પુણેથી ફાઈનલ રિઝલ્ટ આવ્યાં બાદ જ સત્તાવાર માહિતી મળી શકશે.
આ ઉપરાંત ગત રાતે જયપુરમાં પણ ઈટાલીનો એક પ્રવાસી કોરોના વાઈરસથી સંક્રમિત જોવા મળ્યો છે. આ વ્યક્તિને સુરક્ષા કારણોસર સવાઈ માનસિંહ હોસ્પિટલમાં તપાસ માટે રાખવામાં આવ્યો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...